TreeShade Books

Our Books

SEE All
હરપ્પા - રક્ત સરિતાનો શાપ

હરપ્પા - રક્ત સરિતાનો શાપ

લેખક વિનીત બાજપાઈ શ્રીણી ઐતિહાસિક કથા વાંચક વર્ગ 12 વર્ષથી ઉપર ભાષા ગુજરાતી
amazon flipkart
watch harappa video

આ પુસ્કત વિશે બે બોલ

2017, દિલ્હી – મરણસૈયા પર સૂતા વિદ્યુતના પૂર્વજો તેને બનારસની ગલીઓમાં પાછો બોલાવે છે. દેવ અને દાનવોના મઠના વૃદ્ધ બ્રામણ પાસે એક ગુઢ રહસ્ય છે. તેમના લોહિમાં વહેતા પ્રાચીન શાપને પગલે માનવજાતિનો વિનાશ થશે, એ વિનાશ તેઓનો હિંસક ખાત્મો બોલાવશે.

ઈ.સ. પૂર્વે 1700, હરપ્પા – હરપ્પા એ વિશાળ સરસ્વતી નદીને કાંઠે વસેલું અદ્ભુત શહેર છે. બદલાની ભાવનાને લીધે છેલ્લા દેવતાએ આચરેલા હળહળતા કપટ, તાંત્રિક વિદ્યા અને ખૂનરેજીને લીધે તેના પર વિનાશનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે… અને એ જ હરપ્પા જેવી ભવ્ય સંસ્કૃતિની પડતી પાછળનું ભયાનક સત્ય છે.

2017, પેરિસ – દુનિયાની સૌથી શક્તિશાળી ધાર્મિક સંસ્થાના પાણી ઓસરી રહ્યાં છે. યુરોપનો સૌથી ખતરનાક ડોન એક રહસ્યમય વ્યક્તિને પેરિસની ગલીઓમાં મળે છે. એક ખૂંખાર નરસંહારક ટ્રેન પર સવાર થવાને લીધે રોમ શહેર પર ખતરો તોળાઈ રહ્યો છે. એ દેવતા પાછો ફરે છે જેનું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું.

બનારસ, હરપ્પા અને રોમની ગલીઓને શું જોડે છે? પ્રાચીન શાપ શું હતો અને છેલ્લો દેવતા કોણ હતો? ભવ્ય સિંધ ખીણની પડતી પાછળ કયું ગુઢ રહસ્ય છુપાયેલું છે? જેમ જેમ વાંચશો તેમ આ કહાની તમને કપટ અને હિંસા, દેવ અને દાનવો અને પ્રેમ અને મહત્ત્વકાંક્ષાનો અનુભવ કરાવશે.